ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત કોલવડામાં લીસ્ટેડ મહિલા બુટલેગરનાં ઘરે દરોડા પાડીને પેથાપુર પોલીસે પાણીની ટાંકીમાં સંતાડેલો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી લીધો છે. જોકે મહિલા બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, કોલવડા ગામે રહેતા બુટલેગર મંજુલાબેન બાબુજી ઠાકોર (રહે.નિશાળ વાળો વાસ) તેના ઘરે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો રાખે છે.
જે બાતમીનાં પગલે પોલીસને તેના ઘરે તપાસ કરતા પાણીની ટાંકીમાં સંતાડવામાં આવેલી વિદેશી દારૂની 6 બોટલ અને 170 બિયરનાં ટીન મળી આવ્યા હતા. જોકે 32 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને બુટલેગર મંજુલા ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા દારૂ સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા બુટલેગરો સામે સઘન તપાસ થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application