કલોલ નગરપાલિકા શહેરમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ કરાવી રહી છે ત્યારે ચાલી રહેલા રોડના કામ પાસેથી પાણીના બે ટેન્કર ચોરી થઈ ગયા હતા, જયારે કોન્ટ્રાક્ટરે ભાડે રાખેલા બે ટેન્કરો ચોરી થઇ જતાં તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ બાબતે ગાંધીનગર એલસીબી પોલીસ દ્વારા સઈજના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
જોકે પોલીસે તેની પાસેથી ચોરીનાં બે ટેન્કર જપ્ત કર્યા હતા અને તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલોલ શહેરમાં નગરપાલિકાનાં રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.
જયારે અમદાવાદમાં રહેતા કોન્ટ્રાક્ટર સુરેશભાઈ જગદીશભાઈ પ્રજાપતિ નગરપાલિકાના રસ્તા બનાવવાનું કામ કરી રહ્યા છે અને તેમણે તેમના કામકાજ માટે પાણીનું ટેન્કર ભાડે રાખ્યું હતું ત્યારે કોઈ તસ્કર તેમની સાઈડ ઉપરથી પાણીનું ટેન્કર ચોરી ગયો હતો જેથી તેઓએ ફરીથી નવું ટેન્કર ભાડે મેળવ્યું હતું આ ટેન્કર પણ તસ્કર ચોરી ગયો હતો જેથી તેઓએ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી હતી.
જેથી ગાંધીનગર એલસીબી પોલીસ દ્વારા પણ તપાસ ચલાવાઇ રહી હતી ત્યારે ગાંધીનગર એલસીબી પોલીસ તસ્કરને ઝડપી લેવા માટેની કામગીરી કરતા બાતમી મળી હતી કે, અડાલજ પાસે આવેલ શનીદેવના મંદિર પાસે એક શખ્સ મરૂન કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરે છે તને લાલ કલરનું ટ્રેક્ટર લઈને ઊભો છે અને તેણે પાણીના બે ટેન્કરની ચોરી કરી છે.
જે બાતમીનાં આધારે પોલીસે તુરંત બાતમી વાળા સ્તરે દરોડા પાડી ટ્રેક્ટરવાળા શખસ ઈશ્વરભાઈ કાંતિભાઈ વણઝારા સઈજ તાલુકો કલોલની ધરપકડ કરી હતી અને તેની બેરાચજરમાં તેણે કબૂલ કર્યું હતું કે તેણે નગરપાલિકાના ચાલતા રસ્તા નાકામ ઉપરની સાઈડ પરથી બે અલગ અલગ સમયે બે ટેન્કરોની ચોરી કરી હતી.
આમ, પોલીસે તેની પાસેથી ચોરીના બે ટેન્કર તેમજ એક ટ્રેક્ટર મળી ફૂલ રૂપિયા 4,05,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેને જેલનાં સળિયા પાછળ ઘકેલી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500