Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઈકની ડીકીમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો

  • August 03, 2022 

ગાંધીનગરનાં દહેગામ નરોડા રોડ પર બેંક ઓફ બરોડા નજીકથી દહેગામ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બાઈકની ડીકીમાં છુપાવી ઇંગ્લિશ દારૂ લઈને પસાર થઈ રહેલા રાજસ્થાનના શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દહેગામ પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, એક કાળા કલરના નંબર પ્લેટ વિનાના યામાહા બાઈક પર ઇંગ્લિશ દારૂ લઈને પસાર થનાર છે.




જે આધારે પોલીસે દહેગામ નરોડા રોડ પર બેંક ઓફ બરોડા નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળું નંબર પ્લેટ વિનાનું કાળા કલરનું બાઈક પસાર થતા તે શખ્સને રોકી બાઈકની ડેકીમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 9,500/-ની કિંમતની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો મળી આવતા પોલીસે બાઈક ચાલક અજયકુમાર કાંતિલાલ મીણા (રહે. કારછાકલા, નિચલાફલા, ખેરવાડા જિ.ઉદયપુર) નાને ઝડપી દારૂ ઉપરાંત એક મોબાઇલ અને બાઈક સહિત કુલ રૂપિયા 32,500/-નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application