Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાંધકામ સાઈટે વીજ લાઈનને અડી જતા કરંટ લાગતાં મજુરનું મોત

  • July 25, 2022 

ગાંધીનગરનાં વાવોલમાં નવી બની રહેલી સિદ્ધાર્થ હેવન બાંધકામ સાઈટમાં સવારનાં સમયે ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈનને મજુર અડી જતા કરંટ મોત નીપજ્યું હતું. બનાવ અંગે સેક્ટર-7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાવોલ ગામમાં સિદ્ધાર્થ હેવન નામની બાંધકામ સાઈટ ઉપર હાલ કામ ચાલી રહ્યું છે જ્યાં મોટી સંખ્યામાં મજૂરો સવારનાં સમયે રાબેતા મુજબ કામ કરતા હતા.




જોકે તે સમયે મૂળ રાજસ્થાનનો અને હાલ ગોકુળપુરા ખાતે રહેતો સુખદેવ મોગીલાલ લુહાર (ઉ.વ.25) પણ નિત્યક્રમ મુજબ આ બાંધકામ સાઈટ ઉપર કામ કરવા માટે પહોંચ્યો હતો. જ્યાં સાઇટ ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઈન પાસે સુખદેવ સળીયા લઈને કામ કરી રહ્યો હતો. તે સમયે સળિયો આ લાઈનને અડી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો.




આ ઘટનાને પગલે ત્યાં હાજર અન્ય મજૂરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે વિજ કરંટને કારણે સુખદેવનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે સેક્ટર-7 પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application