Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : મોર્નીંગ વોકમાં નીકળેલ હેડકોન્સ્ટેબલનું વાહન અડફેટે આવતાં સારવાર દરમિયાન મોત

  • September 20, 2022 

ગાંધીનગર શહેરમાં વહેલી સવારે રોડ નંબર-6 ઉપર મોર્નીંગ વોકમાં નીકળેલ ચિલોડા પોલીસનાં હેડ કોન્સ્ટેબલને ટેમ્પો ચાલકે અડફેટે લીધા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સેક્ટર-21 પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સેક્ટર-27નાં પોલીસ લાઇનનાં બ્લોક નં.4-37માં રહેતા અને ચિલોડા પોલીસ સ્ટેશનમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ રૂપસિંહભાઇ ખોખરિયા ઘરેથી સવારનાં સમયે મોર્નીંગ વોકમાં નીકળ્યા હતા. તે દરમિયાન રોડ નંબર-6 ઉપર ઘ-6થી ગ-6ની વચ્ચે પસાર થઇ રહેલા ટેમ્પો ચાલકે તેમને અડફેટે લીધા હતા. જેના પગલે તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં સેક્ટર-21 પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application