કલોલમાં રહેતી મહિલા કોન્સ્ટેબલ તરીકે વડોદરા પોલીસ મથકમાં ફરજ બજાવે છે તેણે તેના પતિની ઓળખાણ PI તરીકે કરાવી એક વેપારીને તેના ભાણિયાઓને નોકરી અપાવવાની લાલચ આપી હતી અને તે પેટે મહિલાના નકલી PI પતિએ વેપારી પાસે રૂપિયા 11.60 લાખ લઇ લીધા હતા અને નોકરી ના પાડતા તેમણે પોલીસ મથકમાં ફરિયાદ કરતા નકલી PIનો ભાંડો ફૂટયો હતો અને તે નકલી હોવાનું માલુમ પડયું હતું. જોકે પોલીસે મહિલા કોન્સ્ટેબલ અને તેના પિતાની ધરપકડ કરી હતી ત્યારબાદ તેના પતિને પણ જુનાગઢ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલોલ શહેરમાં રહેતા એક વેપારીને કલોલનાં પૂર્વ વિસ્તારમાં આવેલ જય ભવાની સોસાયટીમાં રહેતી સ્નેહલબેન ઈશ્વરભાઈ પરમાર કે જે વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે વડોદરાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને ઈશ્વરભાઈ ગંગારામભાઈ પરમાર તેમજ આ મહિલાના પતિ ધવલ નંદાભાઈ ખાવડુ (રહે.જુનાગઢ) નાએ સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી.
જયારે મહિલાએ ધવલ ખાવડુની ઓળખાણ વેપારીને PI તરીકે કરાવી હતી અને તેના પતિ સરકારનાં ઉચ્ચ વિભાગોમાં સરકારી નોકરીનું સેટિંગ કરાવી આપે છે તેવી વાત કરતા વેપારીને વિશ્વાસ આવ્યો હતો અને તેણે પોતાના બે ભાણીયાઓને નોકરીએ લગાડવાના બાબતે વાત કરી હતી જેથી આ ધવલ ખાવડુ એ વેપારીના બંને ભાણિયાઓને PGCVLમાં નોકરી અપાવવાનો વિશ્વાસ આપ્યો હતો અને તેણે નોકરી અપાવવા માટેના ખોટા દસ્તાવેજો પણ ઊભા કર્યા હતા.
તેમજ આ દસ્તાવેજો વેપારીને બતાવ્યા હતા જેમાં મેરીટ લીસ્ટ તથા વેઇટિંગ લિસ્ટ જેવા ખોટા વેરિફિકેશન લેટર જામીનગીરી જેવા ખોટા દસ્તાવેજ વગેરે બતાવ્યા હતા અને વેપારી પાસેથી રૂપિયા 11.30 લાખ રૂપિયા મેળવી લીધા હતા અને નોકરી માટેની ના પાડતા વેપારીએ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે સ્નેહલ ઈશ્વરભાઈ પરમાર અને ઈશ્વરભાઈ ગંગારામભાઈ પરમારની ધરપકડ કરી હતી અને મુખ્ય આરોપી એવા ધવલ નંદાભાઇ ખાવુને ઝડપી લેવા માટે એક ટીમ જુનાગઢ રવાના કરવામાં આવી હતી શહેર PIની સુચનાથી PSI તથા સ્ટાફ જુનાગઢ પહોંચી ગયા હતા અને આરોપીને તેના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી હતી તેની પાસેથી પોલીસે એક વોકીટોકી તથા રિવોલ્વર ભરાવાનું લેધરનું કવર અને એક મોબાઈલ એક ચેક જપ્ત કર્યો હતો. જયારે પકડાયેલા આ શખ્સ સામે જુનાગઢનાં મેંદરડા પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ-અલગ ગુના નોંધાયેલા હોવાનું પણ માલુમ પડયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500