દહેગામનાં બાયડ-દહેગામ હાઈવે ઉપર કડજોદરા પાસે એક નિર્દોષ 14 વર્ષીય સાઈકલ ચાલક કિશોરને પુરઝડપે આવતા ડમ્પર ચાલકે કચડી નાંખતા કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે આ અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક વાહન ઘટના સ્થળે વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ પોલીસે ઘટના સ્થળે દોડી આવીને જરૂરી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ભગુજીના મુવાડા અને કડજોદરાની વચ્ચે 14 વર્ષીય કિશોર વરૃણસિંહ હિતેન્દ્રસિંહ (અજીતસિંહ) ઝાલા કે જે કડજોદરા હાઈસ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતો હતો. તેમજ વરૃણસિંહ બપોરે અઢી વાગ્યાનાં સુમારે સાઈકલ લઈને પસાર થઈ રહ્યો હતો.
ત્યારે માંતેલી સાંઢની જેમ આવેલા ડમ્પર ચાલકે ધોળા દિવસે કિશોરને કચડી નાખ્યો હતો. ડમ્પરનાં તોતિંગ ટાયર નીચે આવી જતાં કિશોર લોહીલુહાણ હાલતમાં ફંગોળાયો હતો અને ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. બીજી તરફ અકસ્માતની જાણ થતાં આજુબાજુથી લોકો પણ દોડી આવ્યા હતા અને કિશોરના અકાળે મોતથી હોબાળો મચાવ્યો હતો. જીવલેણ અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. કડજોદરા સહિતનાં ગ્રામજનોએ હાઈ-વે ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો અને બેફામ દોડતા ભાર વાહક વાહનો સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application