Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વીજ પોલ પાસે કરંટ લાગતાં ગાયનું મોત

  • July 26, 2022 

ગાંધીનગરનાં સેક્ટર-30માં ઇન્કવાયરી પાસે સ્ટ્રીટ લાઇટનાં વીજ કરંટને કારણે બે ગાયોના મોત નીપજ્યા હતા, જોકે ફરી પાછું સેક્ટર-30માં ડિફેન્સ કોલોની પાસે વીજપોલ પાસે કરંટથી વધુ એક ગાયનું મોત થયું હતું જેના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ચોમાસા દરમિયાન ખાડાઓમાં પાણી ભરાવાની સાથે નજીકમાંથી જ પસાર થતા વીજ વાયરોને કારણે પાણીમાં કરંટ લાગવાની સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે.





શહેરનાં સેક્ટર-30માં પાંચ દિવસ અગાઉ સ્ટ્રીટ લાઇટના પોલ પાસે વીજ લાઇનનાં કરંટથી મોત નીપજ્યા હતા હજી આ ઘટના તાજી જ છે ત્યારે સેક્ટર-30માં જ ડિફેન્સ કોલોની પાસે વીજ પોલમાં કરંટથી વધુ એક ગાયનું મોત નીપજ્યું છે. વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓથી સ્થાનિકોમાં તંત્રની અણઘડ કામગીરી સામે રોષ ભભુક્યો છે ચોમાસાની આ સિઝનમાં સ્ટ્રીટ લાઇટ પાસે વરસાદી પાણી ભરાઇ રહેવાને કારણે વીજ કરંટનાં અકસ્માતનું જોખમ વધ્યું છે ત્યારે તંત્રએ સત્વરે આ વિસ્તારમાં યોગ્ય સમારકામ કરવું જરૂરી બન્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application