Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીકઅપ અડફેટે આવતાં BSFમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત

  • July 15, 2022 

ગાંધીનગર ચિલોડા હાઇવે માર્ગો ઉપર પીકઅપ ડાલાની અડફેટે રસ્તો ઓળંગી રહેલ BSFનાં કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. જોકે આ અકસ્માત સર્જીને ડાલું ત્યાં જ મુકીને તેનો ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચિલોડા BSFમાં બટાલીયન નંબર-194માં ફરજ બજાવતા કોન્સ્ટેબલને અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જયારે કોન્સ્ટેબલ રાકેશકુમાર ચંદ્રપાલસિંહ યાદવ બપોરના સમયે BSF કેમ્પ સામે રસ્તો ઓળંગી રહ્યા હતા.




તે દરમિયાન ત્યાંથી પસાર થતા પીકઅપ ડાલાનાં ચાલકે તેમને અડફેટે લીધા હતા જેના પગલે તેમના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી 108 એમબ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત બાદ ડાલાનો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે BSFનાં ડેપ્યુટી કમાન્ડન્ટ પ્રવિણકુમાર સિંગની ફરિયાદનાં આધારે ચિલોડા પોલીસે અક્સમાતનો ગુનો દાખલ કરીને ફરાર થયેલા ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application