ગાંધીનગરનાં સરગાસણ વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકીનું પહેલા માળેથી નીચે પટકાતા કરૃણ મોત થયુ હતું. જોકે બાળકીનો પરિવાર બપોરે જમવા બેઠો હતો તે દરમિયાન રમી રહેલી બાળકી પટકાઇ પડી હતી. તેને સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડાઇ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરગાસણ વિસ્તારમાં ખાનગી હોસ્પિટલની સામેની બાજુએ બાંધકામ સાઇટ પર પરિવાર સાથે રહેતા અને કામ કરતા દ્વારકાદાસ નામના યુવાનનો પરિવાર બપોરના સમયે 1 વાગ્યાના અરસામાં જમવા બેઠા હતાં.
તે દરમિયાન ત્યાં રમતી તેમની 3 વર્ષની દિકરી ગાયત્રી પહેલા માળેથી નીચે પટકાઇ પડી હતી. દિકરીની ચીસ સાંભળીને પરિવાર દોડતો થઈ ગયો હતો. જયારે નીચે પટકાયેલી ગાયત્રીને લોહી નીકળતી અને બેભાન હાલતમાં ખાનગી દવાખાને લઇ જવામાં આવી હતી.
ત્યારબાદમાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તબીબો તેમને બચાવવામાં સફળ થયા ન હતાં. બનાવ અંગે બારામાં ઇન્ફોસિટી પોલીસ દ્વારા નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500