Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ગેસ્ટ હાઉસમાં જુગાર રમતા હોટલનાં સંચાલક સહિત 6 શખ્સોની ધરપકડ

  • October 09, 2022 

ગાંધીનગરનાં દહેગામ નહેરુનગર ચોકડી પાસેના અશ્વમેઘ કોમ્પલેક્ષનાં સાગર ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા જુગારધામ પર દહેગામ પોલીસે રેડ કરી ગાંધીનગર સેકટર-13માં રહેતા વૃદ્ધ સંચાલક સહિત આ રેડ દરમ્યાન પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત રૂપિયા 1.46 લાખનો મુદામાલ જપ્ત કરી હોટલના સંચાલક સહિત 6 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, દહેગામનાં નહેરુ નગર ચોકડી નરોડા રોડ પર આવેલ અશ્વમેઘ કોમ્પલેક્ષમાં હોટલ સાગર પેલેસ ગેસ્ટ હાઉસનો 69 વર્ષીય સંચાલક શકરાભાઈ સોમાભાઈ વાઘેલા (રહે.સેકટર- 13/એ, પ્લોટ નંબર 575) જુગાર રમવા બહારથી માણસોને બોલાવીને જુગાર ધામ ચલાવી રહ્યો છે.




જેનાં પગલે પોલીસ રાત્રે ખાનગી વાહનમાં બેસી ગેસ્ટ હાઉસ પર પહોંચી ગઈ હતી. જ્યાં ગેસ્ટ હાઉસના કાઉન્ટર સંચાલક શકરાભાઈ સોમાભાઇ વાઘેલા મળી આવ્યો હતો. જેને સાથે રાખીને પોલીસે રૂમ નંબર 412 ઘૂસી ગઈ હતી. જ્યાં કુંડાળું વળીને જુગારની બાઝી માંડીને બેઠેલા પાંચ ઈસમો ફફડી ઉઠયા હતા. બાદમાં પોલીસે પાંચેય જુગારીઓને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પૂછપાછ શરૂ કરતાં તેમણે પોતાના નામ નીરજ મેશભાઇ સોની (રહે.રખીયાલ ગામ, સામેત્રી રોડ) નવરંગસિંહ કાળુસિંહ ઠાકોર (રહે.પીપલજ ખાખરીયો વાસ), રંગુસિંહ ઉર્ફે ડેની રામસિંહ મકવાણા (રહે.રખીયાલ), સંજયભાઇ ગોપાલભાઇ પટેલ (રહે.રખીયાલ) અને દિલીપસિંહ તનસિંહ પરમાર (રહે.દહેગામ, કલ્પન સોસાયટી વિભાગ-1)નાં હોવાની કબૂલાત કરી હતી.




ત્યારબાદ પોલીસે જુગારીઓની પાસેથી રોકડા રૂપિયા 63,690/-, 6 નંગ મોબાઇલ ફોન તેમજ જુગારનું સાહિત્ય મળીને કુલ રૂપિયા 1,42,690/-નો મુદામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપાછ કરતાં વૃદ્ધ શકરાભાઈ સહિત ઉક્ત પાંચેય જુગારીઓની જુગારધારા હેઠળ ધરપકડ કરી લેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સાગર ગેસ્ટ હાઉસ શકરાભાઈ વાઘેલાએ શૈલેષ પટેલ પાસેથી ભાડે રાખી રાખી જુગાર ધામ ચલાવવામાં આવતું હતું. બનાવ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application