દહેગામ તાલુકાનાં સોલંકીપુરા નજીક એક મોટી દુર્ઘટનાં સર્જાઇ હતી. જેમાં 3 લોકોનાં ઘટના સ્થળે મોત નીપજ્યા છે. ગાંધીનગર તરફ જતી ચાલુ રિક્ષા પર ગતરોજ પીપળાનું તોતિંગ ઝાડ પડતાં એક યુવતી સહિત 3નાં ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જોકે ઝાડ એટલું વિશાળ હતું કે, રિક્ષાનો ભુક્કો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મુસાફરોથી ભરેલી ગાંધીનગર તરફ જઇ રહેલી રિક્ષા પર વિશાળકાય પીપળાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં રિક્ષામાં સવાર એક યુવતી સહિત 3નાં મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 3 લોકો ઘાયલ થયાં હતા. જયારે દુર્ઘટનાં બાદ આજુ-બાજુનાં સ્થાનિકો દોડી આવ્યા હતા.
તેમજ રિક્ષામાં સવાર મુસાફરોને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. એક સાથે ત્રણ લોકોના મોત થતાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી અને ઝાડ એટલું વિશાળ હતું કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. દુર્ઘટનામાં 3 ઘાયલ મુસાફરોને ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જયારે આ અકસ્માતમાં રિક્ષામાં સવાર 6 પૈકી 3 લોકોનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા. જેમાં મગોડી ગામની બે વ્યક્તિ તેમજ પ્રાંતિજ તાલુકાનાં વાઘપુર ગામની એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેમાં મૃતકોમાં 18 વર્ષીય દેવીપૂજક હીનાબેન (રહે.મગોડી), 65 વર્ષીય બારોટ ડાહ્યાભાઇ ભલાભાઇ (રહે.મગોડી) અને દેવીપૂજક વિપુલ રાજેશ (રહે.વાઘપુર,પ્રાંતિજ)નો સમાવેશ થાય છે. બનાવ બાદ મગોડી અને વાઘપુર પંથકમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500