Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Court Order : સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બે આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા

  • February 08, 2023 

ગાંધીનગરનાં કલોલ તાલુકાનાં એક ગામમાં રહેતી સગીરાનું આઠ વર્ષ અગાઉ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના બે યુવાનોએ અપહરણ કર્યું હતું. જે પૈકી એક આરોપીએ તેણી ઉપર બળાત્કાર પણ ગુજાર્યો હતો. બનાવ અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ કલોલ કોર્ટે બંને આરોપીઓને અપહરણ અને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને 20 હજાર રૂપિયા દંડ ભરવા માટે પણ હૂકમ કર્યો છે.






મળતી માહિતી મુજબ, કલોલ તાલુકાનાં એક ગામમાં રહેતી સગીરા ગત તા.23 ઓગસ્ટ, 2015નાં રોજ ગામની ભાગોળેથી પસાર થઇ રહી હતી. તે દરમિયાન આરોપી દશરથજી ઉર્ફે ગડો રમેશજી ઠાકોર અને ભરતજી સુડાજી ઠાકોર (બંને રહે.વાલપુરા, તા.કાંકરેજ, બનાસકાંઠા)એ છરીની અણીએ આ સગીરાનું અપહરણ કર્યું હતું અને તેણીને વડગામના ધાણધા ગામે લઇ ગયા હતા. જ્યાં દશરથજી ઠાકોર દ્વારા આ સગીરા સાથે બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો હતો.






જે સદર્ભે કલોલ તાલુકા પોલીસ મથકમાં પોક્સો અને અપહરણ બળાત્કાર હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કે, કલોલ એડી. સેશન જજ એ.એ.નાણાવટીની કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકિલ રાકેશ એલ પટેલે ભોગ બનનાર ફરિયાદી અને તપાસ અધિકારી તથા સાહેદોની જુબાની લીધી હતી. સમાજમાં આ પ્રકારની ઘટના દિન પ્રતિ દિન વધી રહી છે.





ત્યારે આરોપીઓને સમાજમાં દાખલો બેસે તે પ્રકારની સજા કરવા માટે દલીલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને કોર્ટે બળાત્કાર અને અપહરણના ગુનામાં દશરથજી ઠાકોરને 20 વર્ષની સખત કેદ અને 20 હજારનો દંડ તેમજ આરોપી ભરતજી ઠાકોરને આ ગંભીર ગુનામાં મદદગારી બદલ પણ 20 વર્ષની સખત કેદ અને દંડ ફટકારવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application