વિધાનસભાની ચૂંટણી ટાણે હવે જિલ્લામાં દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે હિંમતનગર-ચિલોડા હાઇવેનો બુટલેગરો દારૂની હેરફેર માટે ઉપયોગ કરી રહ્યા છે. પોલીસ દ્વારા ઉભી કરવામાં આવેલી ચેકપોસ્ટ ઉપર અમદાવાદ મેઘાણી નગરનાં 2 શખ્સો રિક્ષામાં રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો લાવતા ઝડપી લેવામાં આવ્યા હતા અને 1.8 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ગાંધીનગર નજીક હિંમતનગર ચિલોડા હાઇવે ઉપર આ પ્રકારની હેરાફેરી ખુબ જ વધી છે.
જયારે પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સતત ચેકીંગ કરવામાં આવતું હોય છે ત્યારે એક રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 24 બોટલ મળી આવી હતી જેના પગલે પોલીસે તેમાં સવાર અમદાવાદ મેઘાણી નગરનાં દિપક રાજવીર દિવાકર અને ચંદ્રકાંત ઉર્ફે મુન્નો વિનોદભાઇ પરમારને ઝડપી લીધા હતા જેની પુછપરછ કરતા રાજસ્થાનથી દારૂનો જથ્થો લવાયો હોવાની કેફિયત રજુ કરી હતી. આમ, પોલીસે રૂપિયા 1.8 લાખનો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application