Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે રાજસ્થાનનાં 2 શખ્સો ઝડપાયા

  • July 04, 2022 

ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડાથી હિંમતનગર હાઈવે ઉપર મહુન્દ્રા ગામના પાટિયા પાસે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને રાજસ્થાનનાં 2 શખ્સોને વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડી રૂપિયા 3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર શખ્સો સામે પણ ગુનો દાખલ કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે હિંમતનગર તરફથી આવતી કારને ઉભી રાખવા માટે ઇશારો કર્યો હતો.




જોકે તેમાં સવાર શખ્સોએ કારને દોડાવી દીધી હતી. જેના પગલે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરીને મહુન્દ્રા ગામના પાટિયા પાસેથી તેને ઝડપી લીધી હતી. અને કાર માંથી વિદેશી દારૂની 144 બોટલ સાથે રાજસ્થાનનાં ડુંગરપુર ખાતે રહેતા નારાયણ સગરામજી પડવલા અને જીવાલાલ કમલાજી વરહટને ઝડપી લીધા હતા.





જયારે આ દારૂનો જથ્થો નયાગામ ખાતે રહેતા સુભાષ પદમજી કલાલે ભરી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે અમદાવાદના રાણીપ ખાતે રહેતા કિશન દુબેએ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે રૂપિયા 3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આ બંને વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News