Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દહેગામ નરોડા હાઇવે ઉપર કાર અડફેટે આવતાં 2નાં મોત, કાર ચાલક સામે ગુનો દાખલ

  • February 07, 2023 

ગાંધીનગરનાં દહેગામ નરોડા હાઇવે ઉપર સોનારડા ગામના પાટીયા પાસે બાઈક ઉપર ખેતરેથી ઘરે જઈ રહેલા ખેડૂત અને મજૂરને પૂર ઝડપે જતી કારે અડફેટે લેતા તેમના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા. જોકે અકસ્માત સર્જીને કારનો ચાલક કાર મૂકીને નાસી છૂટયો હતો. બનાવ અંગે ડભોડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, સોનારડા ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા રામાભાઇ સોમાભાઈ પટેલ તેમના ખેતરેથી બોરકુવા ઉપર રહેતા મજૂર નાનાલાલ લાલજી ડામોર સાથે બાઈક ઉપર ખેતરેથી ઘરે જઈ રહ્યા હતા.





તે સમયે દહેગામ તરફથી પૂરઝડપે જઈ રહેલી કારે રામાભાઇના બાઈકને અડફેટે લીધું હતું. જેના કારણે તે અને નાનાલાલ જમીન ઉપર પટકાયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત સર્જી કારચાલક થોડું દૂર કાર મૂકીને નાસી છૂટયો હતો. બીજી બાજુ અકસ્માતને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા તે સ્થળ ઉપર પહોંચી હતી. જોકે તપાસ કરતા શરીરે ગંભીર ઈજાઓને કારણે રામાભાઇ અને નાનાલાલનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. તો અકસ્માત ઘટના અંગે તેમના પુત્ર સતિષભાઈની ફરિયાદને આધારે ડભોડા પોલીસે કારચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application