ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તાર કોટેશ્વર અને પોર ગામમાં બે સ્થળો પર દરોડો પાડી કુલ 14 જુગારીઓને જુગાર રમતા ઝડપી પાડી તેમની પાસેથી 36 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન બાતમી મળી હતી કે, કોટેશ્વર ગામમાં ઉમિયા નગરની બાજુમાં આવેલા વાડામાં જુગાર રમાઈ રહ્યો છે જે બાતમીના પગલે દરોડો પાડીને કોટેશ્વર ગામમાં રહેતા અર્જુનસિંહ ચીનુભાઈ સોલંકી, વિરાટસિંહ વજેસિંહ ઝાલા, સંજય પ્રવીણભાઈ ઠાકોર, મયુરજી જોહાજી ઠાકોર, અજીત સુરેશભાઈ ભરવાડ, જીતેન્દ્રસિંહ રણજીતસિંહ ઝાલા અને રાજદીપ નવલસિંહ ઝાલા તેમજ મોટેરા ગામના ભરતસિંહ અભૂજી દરબારને 12 હજારની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
ત્યારબાદ પોર ગામમાં દરોડો પાડીને પોલીસે બળીયાદેવ મંદિર પાસે જુગાર રમતા પોર ગામના ઘનશ્યામ બળદેવજી ચાવડા કિરણજી રમેશજી ચાવડા અને કુડાસણના હિરેન પરસોત્તમદાસ મહેરાને 20 હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા. જોકે મોટા ઠાકોર વાસમાંથી જુગાર રમતા પોર ગામના શૈલેષ રણછોડજી ઠાકોર, ઘનશ્યામ મહોતજી ઠાકોર અને સવધાનજી રમણજી ઠાકોરને જુગાર રમતા પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500