Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મંદિર નજીકની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 11 ઈસમો ઝડપાયા

  • June 24, 2022 

ગાંધીનગરના રૂપાલ ગામમાથી પેથાપુર પોલીસની ટીમે 11 જુગારીઓને રૂપિયા 55 હજારનાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, પેથાપુર ગામમા આવેલા મંદિરની નજીકની ખુલ્લી જગ્યામા જુગાર ધમધમી રહ્યો હતો.



જે બાતમીને આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા કનુજી કાળાજી ઠાકોર (લક્ષ્મીપુરા, ગોલથરા), દર્શન વિષ્ણુભાઇ પટેલ (ભગવાનનગર,રૂપાલ), મોહબતજી બળદેવજી ઠાકોર (લક્ષ્મીપુરા, ગોલથરા), દિનેશ શવાજી ઠાકોર (બંકા સ્ટેડીયમ, રૂપાલ), મહેન્દ્રભાઇ આત્મારામ પટેલ ( મહાદેવવાસ, રૂપાલ), નિતિનકુમાર અમૃતભાઇ પટેલ (મોટો માઢ,રૂપાલ), કૌશિક બાબુલાલ સુથાર (મોટો માઢ, રૂપાલ), નયનકુમાર ગિરીશભાઇ પટેલ, યોગેશ વિષ્ણુભાઇ પટેલ અને અંકિત અરવિંદભાઇ પટેલ (તમામ રહે, મોટો માઢ, રૂપાલ) નાને ઝડપી લીધા હતા. આમ, તમામ જુગારીઓ પાસેથી દાવમા લગાવેલા રૂપિયા 3,850 સહિત 55,440/-નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application