Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : જુગાર રમતા 10 ઈસમો પોલીસ રેડમાં ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • July 21, 2022 

ચિલોડા પોલીસે ઇસનપુર ગામનાં સીમમાં બોરકુવા ઉપર રેડ કરીને જુગાર રમતા 10 શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી રોકડ અને મોબાઇલ મળીને 84 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, ઇસનપુર ગામનાં સાણોદા તરફ જવાના માર્ગ ઉપર શંકરભાઇ શીવાભાઇ પટેલનાં બોરકુવાની ઓરડી બહાર જુગાર રમાઇ રહ્યો છે.




જે બાતમીનાં આધારે પોલીસે રેડ કરીને અહીં જુગાર રમતા ઇસનપુર ગામનાં રોહિત રમણભાઇ પ્રજાપતિ, હાર્દિક કાળીદાસ પટેલ, જીજ્ઞોશ શંકરભાઇ પટેલ, વિધાન ઉર્ફે બિટ્ટુ મહેશભાઇ પટેલ, પ્રકાશભાઇ મહેશભાઇ પટેલ, તુષાર ઉર્ફે રામજી કાળીદાસ પટેલ, પેથાપુરનાં સંજરી પાર્કમાં રહેતા ઇમરાન ઇકબાલભાઇ મનસુરી, રીવર ફ્લેટમાં રહેતા અનીશ ઇબ્રાહીમભાઇ મનસુરી, સે-29 પ્લોટ નં.400/2માં રહેતા ઇરફાન ઇબ્રાહીમભાઇ મનસુરી, સે-29નાં 652/1માં રહેતા ઇલ્યાસ ગનીભાઇ મનસુરીને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી રોકડ અને મોબાઇલ મળીને કુલ રૂપિયા 84,630/-નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application