ગાંધીનગરનાં દહેગામ ચિસકારીથી શિયાવાડા સુધી સ્વીફટ કારનો ફિલ્મી ઢબે પીછો કરીને 912 નંગ દારૂ અને બિયરનાં જથ્થા સાથે 3.91 લાખનો મુદામાલ કબ્જે કરી લીધો હતો. જોકે ફિલ્મી ઢબે પીછો કર્યો છતાં ચાલક કાર મૂકીને નાસી જવામાં સફળ રહ્યો હતો. બનાવની વિગત એવી છે કે, ગાંધીનગરના મગોડી અને પાલૈયામાં સપાટો બોલાવી દઈ વિદેશી દારૂ કટિંગનાં નેટવર્કનો પર્દાફાશ કરી વિપુલ માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
બનાવની વિગત એવી છે કે, દહેગામ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, એક સફેદ રંગની મારૂતિ સુઝુકી સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર GJ/01/RF/9841માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી દેવકરણના મુવાડા તરફ ચિસકારી ચોકડી થઇને અમદાવાદ તરફ જનાર છે. આથી ચિસકારી ચોકડી નજીક થોડા થોડા અંતરે વાહનોની આડાશ કરી પોલીસ ટીમ ઉભી થઈ ગઈ હતી.
તેમ છતાં દેવકરણના મુવાડા રોડ તરફથી આવેલી કારનો પોલીસનો ઘેરો તોડીને પૂરઝડપે નીકળી ગઈ હતી. જેનાં પગલે પોલીસે કારનો ફિલ્મી ઢબે શિયાવાડા ગામ નજીક બસ સ્ટેન્ડ સુધી પીછો કર્યો હતો. તેમ છતાં પોલીસની આંખમાં ધૂળ નાખી બસ સ્ટેન્ડની બાજુમાં રોડની સાઇડમાં ગાડી મુકી ચાલક રાત્રીના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે કારની ડીકીમાંથી વિદેશી દારૂ અને બિયર મળીને 912 નંગ જથ્થો અને કાર મળી કુલ રૂપિયા 3.91 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500