ચિલોડા પોલીસ સ્ટાફનાં માણસો રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચિલોડાથી હિંમતનગર તરફ જતાં વચ્ચે આવતી ફૂડ કોર્ટની પાસે વિદેશી દારૂની હેરાફેરી થવાની છે જે બાતમીનાં આધારે પોલીસની ટીમ ફૂડ કોર્ટ તરફ ગઈ હતી. તે સમયે રાતનાં અંધારામાં એક વાહન માંથી બીજા વાહનમાં દારૂ ભરાઈ રહ્યો હતો. જેથી દારૂની હેરાફેરી કરતા લોકોની નજર પોલીસ ઉપર પડતાં વાહન અને દારૂ સ્થળ ઉપર જ મૂકીને ભાગી ગયા હતા.
જોકે પોલીસે વાહનની તપાસ કરતાં છોટા હાથી અને સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ ભરાયો હતો જેથી કારમાં મળેલા કાગળમાં એચડીએફસી એગ્રો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ લખેલી વીમાની પોલિસી મળી આવી હતી, જેમાં ચૌહાણ લલિતા પૂનમસિંગ (રહે.સમીર પાર્ક,ઓઢવ) નાનું સરનામું હતું.
આમ, પોલીસની રેડ દરમિયાન રૂપિયા 1,43,328/-ની વિદેશી દારૂની 33 પેટી જ્યારે રૂપિયા 11,520/-ની બિયરની 4 પેટી અને રૂપિયા 5.50 લાખની 2 વાહન મળી કુલ રૂપિયા 7,04,848/-નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી હતી અને તમામ આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ચિલોડા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500