સોનગઢના ખરસી ગામે ભેંસ બાબતેના ઝઘડામાં સાળાએ તેના બનેવીને મોઢા પર લાકડીના સપાટા મારી ઈજા પહોંચાડી હતી. મળતી માહિતી મુજબ, ખરસી ગામના નિશાળ ફળિયામાં રહેતા વિનોદભાઈ ચંપાભાઈ ગામીતના લગ્ન તેના જ ગામના જેશાબેન સાથે થયા છે. જેશાબેનને પિયરમાંથી ભાગમાં ભેંસ આપવામાં આવી હતી. આ ભેંસ બાબતે જેશાબેનના ભાઈ અશોકભાઈ રૂશનજીભાઈ ગામીત (રહે.નિશાળ ફળિયુ.ખરસી)ને મન દુ:ખ હતું. દરમિયાન ગત તારીખ ૯-૧૧-૨૦૨૪ના રોજ જેશાબેન તેના પિયર ગઈ હતી. ત્યારે સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં જેશાબેનને તેનો પતિ વિનોદભાઈ ગામિત ઘરે આવવા કહેવા ગયો હતો. વિનોદભાઈ પરત તેના ઘરે આવી રહ્યો હતો.
ત્યારે તેનો સાળો અશોકભાઈ ગામીત પાછળથી અપશબ્દો બોલતો બોલતો આવ્યો હતો. આ સમયે તેણે તેના હાથમાં રહેલી લાકડીથી વિનોદભાઈના મોઢા પર ફટકા મારી દીધા હતા. તેથી વિનોદભાઈ જમીન પર ફસડાઈ પડ્યા હતા. આ સમયે અશોકભાઈ કહેતો હતો કે 'તે મારી માતાને છેતરીને મારી માતા પાસેથી વધારે ભેંસ લઈ લીધી છે. તું મારી ભેંસ મને પાછી આપી દે, નહીં તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાંખીશ' તેવી ધમકી આપી હતી. વધુમાં અશકો વિનોદને પગમાં તથા શરીરે લાકડીના સપાટા માર્યા હતા. જેને કારમે વિનોદભાઈ ગામીત લોહીલુહાણ થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application