ગાંધીનગર શહેર નજીક આવેલ અંબાપુર ગામમાં ખુલ્લા પ્લોટની તકરારમાં બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બહાર આવી છે. જેમાં બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. બનાવ અંગે અડાલજ પોલીસ દ્વારા બંને પક્ષોની ફરિયાદ લઈને સાત વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ. અંબાપુર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા રમેશજી રાવજીજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી કે, તેઓ ખેતરમાં હાજર હતા તે સમયે તેમનો દીકરો રણજીત ઘરે આરામ કરવા માટે ગયો હતો અને આ દરમિયાન તેનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે પાડોશમાં રહેતા મગનજી મફાજી ઠાકોર ખુલ્લા પ્લોટની તકરારમાં મને અને દાદીને ગાળા ગળી કરે છે.
જેના પગલે રમેશજી ઘરે પહોંચ્યા હતા અને આ સંદર્ભે મગનજીને પૂછતા તેમણે કહ્યું હતું કે, આપણી મજીયારી જમીનનું તળિયું આવેલું છે તે બાબતે ઉકેલ લાવવાનો છે તેમ કહી ઉશ્કેરાઈ જઈને ગાળા ગાળી કરવા લાગ્યા હતા અને ગાળો બોલવાની ના પાડતા અમરતજી મફાજી ઠાકોર ઘરેથી લોખંડનો સળીયો લઈ આવ્યા હતા અને પતિ-પત્ની તેમજ પુત્ર ઉપર હુમલો કર્યો હતો જે સંદર્ભે પોલીસે મગનજી મફાજી ઠાકોર, અમરતજી મફાજી ઠાકોર, લાલાજી બોડાજી ઠાકોર, પ્રદીપ લાલાજી ઠાકોર અને પ્રતીક અમૃતજી ઠાકોર સામે ગુનો દાખલ કર્યો હતો. બીજી બાજુ મગનજી મફતજી ઠાકોર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, તેઓ ઘરે હાજર હતા તે સમયે તેમની પાડોશમાં રહેતા રમેશજી રાવજીજી ઠાકોરના દીકરા રણજીત દ્વારા બપોરે ઘરે આવીને ઝઘડો કરી મજીયારી જમીન અંગે બોલાચાલી કરીને તેના પિતાને બોલાવી લીધા હતા અને ત્યારબાદ તેમના દ્વારા લાકડી વડે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેમના અન્ય પરિવારજનો વચ્ચે પડતા વધુ મારમાંથી છોડાવ્યા હતા. જેથી પોલીસ આ અંગે પણ રમેશજી રાવજીજી ઠાકોર અને રણજીતજી ઠાકોર સામે ગુનો દાખલ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500