Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રખ્યાત કલાકાર લલિતા લાજમીનું 90 વર્ષની વયે નિધન

  • February 14, 2023 

ફિલ્મ નિર્માતા ગુરુ દત્તના બહેન પ્રખ્યાત કલાકાર લલિતા લાજમીનું 90 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. સ્વ-શિક્ષિત કલાકાર લલિતાએ આમિર ખાન અભિનીત 2007ની ફિલ્મ 'તારે જમીન પર'માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી તેમાં તેમણે એક આર્ટ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. જહાંગીર નિકોલ્સન આર્ટ ફાઉન્ડેશને લલિતા લાજમીનાં નિધનનાં સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. લલિતા અને તેના સર્જનની જૂની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, 'આર્ટિસ્ટ લલિતા લાજમીના નિધનના સમાચારથી અમે ખૂબ જ દુખી છીએ.' લાજમી શાસ્ત્રીય નૃત્યમાં ઊંડો રસ ધરાવતા સ્વ-શિક્ષિત કલાકાર હતા.






લલિતા લાજમીનો જન્મ વર્ષ-1932માં કોલકાતા પશ્ચિમ બંગાળમાં થયો હતો. લલિતાના પિતા કવિ હતા અને તેમની માતા પણ ઘણી ભાષાઓમાં લખતા હતા. આ સાથે લલિતાને શાસ્ત્રીય સંગીતમાં પણ ઊંડો રસ હતો. લલિતાએ ભારત સહિત પેરિસ, લંડન, નેધરલેન્ડ સહિત ઘણા દેશોમાં આર્ટ એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું. લલિતા લાજમીના નિધન પર બોલિવૂડના દિગ્ગજ કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. લલિતા આઝમીએ આમિર ખાનની ફિલ્મ તારે જમીનમાં પણ એક પેઈન્ટરની ભૂમિકા ભજવતા કેમિયો રોલ પણ કર્યો હતો.





આ ફિલ્મમાં લલિતા એક પેઈન્ટર જજની ભૂમિકામાં નજર આવ્યા હતા. લલિતા ઘણા સમયથી પેઈન્ટિંગનું કામ કરતા હતા. લલિતા સ્વ-શિક્ષિત કલાકારોમાંના એક હતા. પેઈન્ટિંગની સાથે સાથે લલિતાને શાસ્ત્રીય સંગીતમાં પણ ખૂબ રસ હતો. કલાકારોના પરિવારમાં જન્મેલી લલિતાને બાળપણથી જ કલામાં રસ હતો. પોતાની કારકિર્દીમાં અનેક પ્રદર્શનોનું આયોજન કરનાર લલિતા લાજમીના નિધન પર ઘણા મોટા કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે. લલિતા લાજમી ફિલ્મ નિર્માતા ગુરુ દત્તના બહેન હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News