સુરત જિલ્લાના પલસણા તાલુકાના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રોજગારી અર્થે આવેલ પરિવાર દ્વારા મહિલાને મારઝૂડ કરી માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરવામાં આવે છે જેથી મહિલાના પરિવારને સમજાવવા માંગી 181 મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. બનાવની વિગત એવી છે કે, બારડોલી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પીડિતાને મળી તમામ હકીકત જાણી તો તેમણે જણાવેલ કે, તેઓને લગ્નને દોઢ વર્ષ થયેલ છે હાલ એક માસનું બાળક છે.
પરિવાર દ્વારા ગામમાં લગ્ન માટે જે ખર્ચ થયેલ તે માટે લોનમાં જમીન અને ઘર બધી મિલકત જપ્ત થઈ ગઈ છે. અહીં પતિ કંપનીમાં જોબ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. હાલ પીડિતાની પ્રસુતિ થઈ હોવાથી ઘરકામ થતું નથી. પતિ બરાબર કામધંધો ન કરતા હોવાથી ઘરમાં અનાજ કરિયાણું નથી જેથી પીડિતા તેમને વ્યવસ્થિત કામ કરવા જણાવે છે તો ઝગડો કરવા લાગે છે. જયારે રાત્રે પીડિતા દ્વારા ઘરમાં નાના બાળક હોવા છતાં ઘરમાં અનાજ કરિયાણું ના હોવાથી રસોઈ ના બની જે બાબતે પતિએ ઝગડા કરી મારામારી કરી હતી.
આમ પીડિતાની તમામ હકીકત જાણી સ્થળ પર બંને પક્ષ અને સાસુ સસરાને બોલાવી કાઉન્સેલિંગ કરી સમજાવ્યા અને કાયદાકીય સમજ આપી હતી. લડાઈ ઝગડો કરી હાથ ચાલાકી કરવી એ ગુનો છે. પરિવારે એકબીજા સાથે હળીમળીને રહેવું તેમજ વ્યવસ્થિત કામકાજ કરી ઘરમાં જરૂરિયાતની ચીજવસ્તુ પૂરી પાડવી જે વિશે સમજ આપી પીડિત મહિલાને હાલ એક માસનું બાળક હોવાથી આરામની જરૂરત છે અને સહકારની જરૂર છે જેથી સાસુ સસરા અને પતિ વહુ અને બાળક બધા સંયુક્ત કુટુંબમાં રહી એક બીજાને સાથ સહકાર આપે અને એકબીજાને મદદરૂપ થઇ સાથે રહેવું લડાઈ ઝગડા ના કરવા તેમજ હાથ ચાલાકી ના કરવી જે બાબતે સમજ આપી બંને પક્ષે સમાધાન કરેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500