વલસાનાં કપરાડાનાં આંબા જંગલમાં રહેતા ખેડૂત દંપતીએ ખેતી પાકને બચાવવા તારની વાડ સાથે વીજ સપ્લાય આપી દીધો હતો. તે દરમિયાન ફળિયામાં રહેતો જીપ ચાલક તારને અડતાની સાથે જ કરંટ લાગતા મોતને ભેટયો હતો. આંબા જંગલ ના સાતપુરી ફળિયામાં રહેતા મહાદુભાઈ દેવજીભાઈ થોરાત ખેતી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.
હાલ તેમની માલિકીના ખેતરમાં શક્કરિયાની વાવણી કરી છે. ખેતરમાં રાત્રે આવી ચઢતા જગલી પશુઓ તથા જગલી ડુક્કરો ખેત પેદાશમાં ભારે નુકશાન કરતા હોય, દંપતીએ ખેતરમાં લાકડાના ખુંટા રોપી તે ખુંટાની ફરતે લોખંડનાં તારની વાડ બનાવી, તેમાં લોંખડના તારને વીજ તારથી જોડીને વીજ પ્રવાહ પસાર કરવાની સિસ્ટમ ગોઠવી હતી. દરમિયાન હીરાબેને પાડોશમાં રહેતા અને પેસેન્જર જીપ ધરાવતા જીતેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ ગાયકવાડને શક્કરિયાનો જથ્થો નાનાપોંઢા વેચવા જવા માટે જવા અંગેની જાણ કરી હતી. જેથી જીતેન્દ્રભાઈ વહેલી સવારે મહાદુભાઈના ખેતર પાસે પહોંચ્યા હતા દરમિયાન તેઓ વાડ પાસે પહોંચ્યા હતા. તે સમયે તેમના પગના ભાગે વીજ કરંટ લાગતા જીતેન્દ્રભાઈ ઢળી પડયા હતાં. જેમને સારવાર માટે ખસેડતા મોત થયું હતું. જયારે જિતેન્દ્રભાઈને બચાવા ગયેલા મહાદુ ભાઈ પણ દાઝ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application