ડોલવણનાં પાટી ગામ નજીક ટેમ્પોએ બાઇકને અડફેટે લેતાં ચાલકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સોનગઢનાં વાઘનેરા ગામે મંદિર ફળિયામાં રહેતા ખેડૂત ભીમાભાઈ ચૌધરીના મોટા પુત્ર જયસીંગ (ઉ.વ.38)ની સાસરી વાંસદા તાલુકાના ચઢાવ ગામે આવી છે. જયારે ગુરુવારે રાત્રે જયસીંગ ચૌધરી સાસરીમાંથી પોતાની બાઈક નંબર જીજે/૨૬/એસી/૪૧૦૪ પર સવાર થઇ વાઘનેરા ગામે પરત થઈ રહ્યો હતો.
તે વખતે ઉનાઈથી વ્યારા આવતા નેશનલ હાઈવે નંબર ૫૬ ઉપર ડોલવણ તાલુકાનાં પાટી ગામની સીમમાં નવાઠી ફળીયા નજીક સામેથી પુરઝડપે આવતા આઇસર ટેમ્પા નંબર એમએચ/૪૮/સીબી/૫૪૩૪નાં ચાલકે ગફલતભરી રીતે ટેમ્પો હંકારી જયસીંગની બાઈકને અડફેટમાં લઈ અકસ્માત કર્યો હતો. જોકે આ અકસ્માતે શરીરે ગંભીર રીતે ઘવાતા જયસીંગ ભીમાભાઈ ચૌધરીનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આઇસર ટેમ્પો મૂકીને ફરાર થયેલ ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application