Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળાનાં મોટા લીમટવાડા પાસેનાં કરજણ પુલ પરથી ટ્રક નીચે ખાબકતા ચાલકનું મોત

  • February 06, 2023 

નર્મદા જિલ્લામાં સુરતથી રેતી ભરવા આવતી જતી હાઈવા ટ્રકો મોટી સંખ્યમાં દોડતી હોય અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે એક હાઈવા ટ્રકનાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા રાજપીપળા નજીકના મોટા લીમટવાડા પાસેના કરજણ પુલ પરથી ટ્રક પૂલની નીચે ખાબકતા ચાલકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, સુરતથી બોડેલી રેતી ભરવા આવતી જતી હાઈવા ટ્રકો વાયા રાજપીપળા થઈને જતી હોવાથી અગાઉ ટ્રકો દ્વારા અનેક અકસ્માતો થયા હતા.





જેમાં કેટલાકે જીવ ગુમાવ્યા હતા. જ્યારે કેટલાકને ઈજાઓ થવા પામી હતી. જયારે રાજપીપળા નજીક આવેલાં બોડેલીની લીઝમાંથી નીકળતી ટ્રકો ઓવરલોડ હોવાથી અકસ્માતના બનાવો બનતાં રહે છે. રેતી ભરેલું હાઇવા મોટા લિમટવાડા ગામ નજીકથી પસાર થઇ રહયું હતું ત્યારે ડ્રાયવરે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં ચાલકનું મોત નીપજ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application