સુરતનાં કોસંબા તાલુકાનાં પાલોદ ગામની સીમમાં આવેલ હોટલનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટેન્કરમાંથી 24.64 લાખનાં વિદેશી દારૂના જથ્થા સાથે રૂપિયા 44,79,990/-નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, કોસંબા પોલીસ મથકના પી.આઈ. અને સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે, કોસંબાના પાલોદ ગામની સીમમાં આવેલા રોયલ ઇન હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટેન્કર નંબર NL/01/AA/2426માં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે.
જે વિદેશી દારૂ પંજાબથી વડોદરાનાં રતનપુર લઈ જવામાં આવનારું છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી ટેન્કરમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 11,196 જેની કિંમત રૂપિયા 24,64,200/- રૂપિયા, ટેન્કર, મોબાઇલ અને રોકડ મળી 44,79,990/-નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે ટેન્કર ચાલક લિયાક્તઅલી ઝુબેરખાનની અટક કરવામાં આવી હતી, જ્યારે મુકેશ ઉર્ફે સોનુ જવાહરલાલ, હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયશવાલ અને સચિન રાકેશ જયશવાલને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500