માં દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ ખાતે કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવણી કાર્યક્રમ તેમજ માં દેવમોગરા માતાજીની પ્રતિમાનું અનાવરણ તેમજ પ્રતિમાનું પૂજન ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી ગણપત વસાવા તેમજ ધારાસભ્ય ડૉ.જયરામભાઈ ગામીતનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં “માં” દેવમોગરા માતાજીની પ્રતિમાનું અનાવરણ તેમજ પૂજન, કોલેજનો વાર્ષિકોત્સવ, તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ તેમજ તૃતીય વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ એમ ચતુર્વિધ કાર્યક્રમો એકસાથે ખૂબ ધામધૂમ સાથે કરવામાં આવ્યા હતા.
કોલેજના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા આદિવાસી સંસ્કૃતિ, ગુજરાત રાજ્યની અસ્મિતા અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન "આત્મનિર્ભર ભારત"ને ઉજાગર કરતી સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજનાં આચાર્ય ડૉ.કલ્યાણી ભટ્ટનાં માર્ગદર્શન તથા સમગ્ર શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફના સહકારથી સફળ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક પ્રદીપભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. સમારંભમાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ સરિતા વસાવા,અધિકારી/પધાધિકારીશ્રીઓ, કોલેજનાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, ઉચ્છલ ગામ તથા તાલુકાના અગ્રણીઓ, પ્રજાજનો તથા વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500