દિલ્હીનું સતત વધતુ પ્રદૂષણ દિલ્હી વાસીઓ માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યુ છે. જોકે દિલ્હીની હવાની ગુણવત્તામાં છેલ્લા કેટલાક દિવસોમાં સુધારો નોંધાયો હતો. જેમાં ગત તા.13 ફેબ્રુઆરીએ નોંધાયેલા આંકડા અનુસાર લાંબા સમય બાદ દિલ્હી દુનિયાનાં 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાંથી બહાર હતુ. પરંતુ બે દિવસની અંદર જ દિલ્હી ફરી એક વાર દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ થઈ ગયુ અને તે પણ બીજા નંબરે. તાજેતરનાં આંકડા અનુસાર દિલ્હીમાં હવા સતત ખરાબ થતી જઈ રહી છે.
જયારે ગુરૂવારની સાંજે 6 વાગે રાજધાની દિલ્હી દુનિયાનાં સૌથી પ્રદૂષિત શહેરોમાં બીજા ક્રમે પહોંચી ગયુ. આ લિસ્ટમાં દિલ્હી બાદ કલકત્તા અને મુંબઈ રહ્યા. તારીખ 13 ફેબ્રુઆરીએ દિલ્હી છેલ્લી વખત ટોપ 10 પ્રદૂષિત શહેરોની યાદીમાંથી બહાર રહ્યુ હતુ. જેનું કારણ જાન્યુઆરીના અંતિમ દિવસોમાં વરસાદ પડ્યો તે હતુ. વરસાદ બાદ ફેબ્રુઆરીના ઝડપી પવનોએ પણ રાજધાનીમાં પ્રદૂષણને ઓછુ કર્યુ પરંતુ હવે દિલ્હીમાં ફરી એક વાર પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application