તારીખ 30મી જાન્યુઆરી-ગાંધી નિર્વાણ દિનને દેશમાં 'શહીદ સ્મૃતિ દિવસ' તરીકે ઉજવી, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્રે પણ દેશ સમસ્તની જેમ બરાબર અગિયાર વાગ્યાના ટકોરે બે મિનિટનું મૌન પાળી, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેકટર પદ્મરાજ ગાવિત સહિત ચિટનિશ અર્જુન ચાવડા, મામલતદાર અને નાયબ મામલતદાર સહિત મહેસુલી અધિકારી, કર્મચારીઓએ ૧૧ વાગ્યે, સાયરનના ધ્વનિ સાથે જ બે મિનિટનુ મૌન પાળી, શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો જિલ્લા પંચાયતની મહેકમ શાખા દ્વારા પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા તેમના કર્મયોગીઓએ બે મિનિટનું મૌન ધારણ કર્યું હતું. આ સાથે જ જિલ્લા અને તાલુકાઓની જુદી જુદી કચેરીઓમા પણ સંબંધિત અધિકારી, કર્મચારીઓએ શહીદોની સ્મૃતિમા બે મિનિટનુ મૌન પાળી, શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application