આહવાથી ત્રણ યુવકો કાર લઇ ડોન હિલ્સ સ્ટેશન ફરી પરત આવતા હતા ત્યારે ચાલકે કાર પૂરઝડપે કાર હંકારતા કાર વૃક્ષ સાથે અથડાઈ હતી, જેમાં ચાલક અને આગળ બેસેલ યુવકે સીટબેલ્ટનાં કારણે ઈજા થઈ ન હતી, જ્યારે પાછળ બેસેલ યુવકનું મોત નીપજ્યું હતું, મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાનાં આહવા ખાતે જવાહર કોલોનીમાં રહેતા (મૂળ રહે.દુલ્હેપુરા, તા.જિ.શિકર, રાજસ્થાન) બાબુલાલ ઉકારમલ યાદવ અને તેને ત્યાં ટાઇલ્સ ફીટીંગની મજૂરી કરતો યુવક રામ અવતાર બજરંગ સિંહ નિર્વાણ (ઉ.વ.19,રહે.જવાહર કોલોની, આહવા (મૂળ રહે.જુરાઠડા વાયા, પલસાણા, તા.જિ.શિકર રાજસ્થાન) અને તેમનો મિત્ર લક્ષ્મણભાઈ નાનુભાઈ રામશરન તેમની ડસ્ટર કાર નંબર GJ/18/9300 લઈ ડોન હિલ સ્ટેશન આહવા ફરવા ગયા હતા.
તેમજ ત્યાંથી પરત આહવા જેવા નીકળતા કાર લક્ષ્મણભાઈ રામસરન ચલાવી રહ્યો હતો તેઓ ડોન હિલ સ્ટેશનનો ઘાટ ઉતરી ચિંચલીથી આહવા જવાના માર્ગ પર આવતા મોરજીરા ગામ છોડી ચાલકે પુરઝડપે હંકારતા ભરાડી ગામ પાસે માર્ગ પર પ્રોટેક્શન વોલને અડીને આવેલ બોડારના વૃક્ષ સાથે કાર અથડાવી દેતા ચાલક અને આગળ બેસેલ બાબુલાલ યાદવ એ સીટબેલ્ટ પહેરેલ હોવાથી ઈજા થઈ ન હતી જ્યારે પાછળ બેસેલ રામ અવતારને માથા અને કાનમાંથી લોહી નીકળ્યું હતું જેને 108 એમ્બ્યુલન્સમાં આહવા સિવિલમાં લઈ ગયા હતા ત્યાં હાજર તબીબે રામ અવતાર નિર્માણને મૃત જાહેર કર્યું હતું. બનાવ બનતા બાબુલાલ યાદવ એ આહવા પોલીસ મથકે લક્ષ્મણભાઈ રામસરન વિરુદ્ધ કાર પુરઝડપે ભય જનક રીતે ચલાવી વૃક્ષ સાથે અથડાવી રામ અવતારને ગંભીર ઈજા કરી મોત નીપજાવવા બદલ ગુનો નોંધાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500