Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વિદેશી દારૂનાં જથ્થા સાથે ત્રણ યુવકો ઝડપાયા, એક વોન્ટેડ

  • February 16, 2023 

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે મંગળવારનાં રોજ રાતના 11:30 વાગ્યા જિલ્લાની એલ.સી.બી. પોલીસે દારૂના જથ્થા સાથે 3 પકડી પાડ્યા હતા. જ્યારે એક યુવાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ડાંગ સ્વરાજ આશ્રમની અંદર જતા રસ્તા પર પોલીસે દારૂના જથ્થા સાથે ચાર યુવાનોને પકડી પાડ્યા હતા જેમાં સોમનાથ પવાર, શેલેષ ચૌધરી, ગમજ પવાર અને સંજય પવારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.





જોકે આરોપીઓ પાસે વગર પરમિટનો આઈ.બી.ની 144 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 23,040/- તથા ટુ બર્ગ બિયરની 24 બોટલ રૂપિયા જેની કિંમત રૂપિયા 3,360/- તથા હાવર્ડસની 24 નંગ બોટલ રૂપિયા 3,120/- રૂપિયા તથા ફોર વ્હીલ મળી કુલ રૂપિયા 2,29,520/-નો મુદામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application