ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક સહિત વઘઇ પોલીસ મથકના પી.એસ.આઈ.ની પોલીસ ટીમને નાસિકથી ડાંગ તરફ આવતી બસમાં ગેરકાયદેસર વિસ્ફોટક હથિયારોની હેરાફેરી અંગેની સઘન બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે વઘઇ પોલીસ મથકનાં ટીમે એલર્ટ બની વઘઇનાં આર.ટી.ઓ ચેકપોસ્ટ પર સઘન વોચ ગોઠવી હતી. અહી વઘઇ પોલીસની ટીમે બાતમીના આધારે નાસિક તરફથી આવેલ બસને ઉભી રાખી મુસાફરોના સામાનની તપાસ કરી રહ્યા હતા.
તે સમયે પાછળની સીટ પર થેલા સાથે બેસેલ યુવાન પર શંકા ગઈ હતી. પોલીસની ટીમે પંચો સમક્ષ આ યુવાનનાં થેલા ચેક કરતા તેમાંથી બે પિસ્તોલ, 46 કાર્તૂસ અને ચપ્પુ સહિતનો ગેરકાયદેસર વિસ્ફોટ સામાન મળી આવતા તુરંત જ આ યુવાનને હિરાસતમાં લીધો હતો. વઘઇની પોલીસે આ ઘાતક હથિયારો સાથે ઝડપી પાડેલ યુવાનની પૂછપરછ કરતા તેનું નામ સમીરહનીફ હોવાનું જણાવ્યું હતું. ડાંગ જિલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષકનાં રાહબરી હેઠળ વઘઇ પોલીસની ટીમે આ યુવાનની મુદ્દામાલ સાથે ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી પિસ્તોલ અને કાર્તૂસ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો. બનાવ અંગેની સઘન પૂછપરછ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application