Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુબીરનાં ઘાણા ગામનો યુવાન ખેતીની સાથે દુધની આવક મેળવી આર્થીક રીતે સધ્ધર બન્યા

  • February 21, 2023 

ડાંગમાં સુબીર તાલુકાનાં ઘાણા ગામનો યુવાન યોહાન પવાર પારંપરીક ખેતીની સાથે, પશુપાલનના વ્યવસાય થકી આર્થીક રીતે પગભર બન્યો છે. વર્ષ 2011માં માંડ 2 ગાયોથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરનાર યોહાનને સરકારની આર્થીક સહાય પ્રાપ્ત થતા 12 ગાયોના માલિક બનવા સાથે મહિને 70 હજારની આવક મેળવતા થયા છે. ડાંગ જિલ્લાના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જિલ્લાના ખેડુતો આર્થિક વિકાસ સાધી શકે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ દ્વારા પશુપાલકોને વિવિધ યોજનાકીય સહાયનો લાભ આપવામાં આવે છે.








એક મુલાકાતમાં યોહાન પવાર જણાવે છે કે, શરૂઆતમાં તેઓની ફક્ત 2 ગાયો હતી. જે વખતે એક ટંકનુ 10 લીટર દુધ ભરતા તેઓને રૂપિયા 400ની આવક પ્રાપ્ત થતી હતી, પંરતુ સરકારી સહાય યોજના મળતા તેઓ પાસે આજે 12 ગાયો થઈ છે. ટ્રાયબલ સબ પ્લાન કચેરીમાંથી યોહાનની પત્નીને 3 ગાયો મળી છે. જ્યારે કુટીર ઉધ્યોગમાંથી બીજી 7 ગાયો આપવામાં આવી છે. તેઓ વધુમાં જણાવે છે કે, આજે એક ટકનું 48 લીટર દુધ ડેરીમાં ભરાવાથી તેઓને મહિને કુલ 70 હજાર રૂપીયાની આવક પ્રાપ્ત થાય છે. ખેતીની સાથે તેઓ આજે દુધની આવક મેળવી આર્થીક રીતે સધ્ધર બન્યા છે. પશુઓ માટે યોહાન પવારે પાકા શેડની વ્યવસ્થા કરી છે. ગાયોના ચારાની વ્યવસ્થા માટે ચાફ કટર સહાય યોજના અંતર્ગત પશુપાલન વિભાગ દ્વારા, તેઓને 50 ટકા સરકારી સહાય મળી છે.







આ ઉપરાંત તેમણે મિલકિંગ મશીનની પણ વ્યવસ્થા કરી છે. સાથે જ સ્વખર્ચે શેડમાં પશુઓ માટે ઓટોમેટિક પાણીની વ્યવસ્થા પણ ઉભી કરી છે. તેઓ જણાવે છે કે, પશુપાલનના વ્યવસાયથી તેઓને બહાર ગામ મજુરી કામે જવુ પડતુ નથી. ઘર આંગણે પશુ વ્યવસાયથી તેઓને આવક પ્રાપ્ત થઇ રહી છે. ડાંગ જિલ્લાના પશુપાલકો માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત સાધન સહાય, સાથે દુધાળા પશુઓ ખરીદવા માટે 50 ટકા સહાય આપવામા આવે છે. જેમા ગત વર્ષે રૂપિયા 34 લાખ 50 હજારના ખર્ચે 138 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. 27 જેટલા પશુ દવાખાના અને પશુ સારવાર કેન્દ્રો મારફત અહીં વિવિધ પશુ સેવાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application