ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.નાં માર્ગદર્શન હેઠળ ભેંસકાતરી રેંજનાં આર. એફ.ઓ.ની વન કર્મીઓની ટીમે લાગુ ડાંગ અને તાપી જિલ્લાનાં સરહદીય જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. તે દરમિયાન ડાંગ જિલ્લાનાં ભેંસકાતરી રેંજનાં આર.એફ.ઓ.ને બાતમી મળી હતી કે, શિરીષપાડાથી એક્સયુવી ગાડીમાં ગેરકાયદેસર સાગી ચોરસા ભરી લઈ જવાઈ રહ્યા છે. જે બાતમીનાં આધારે ભેંસકાતરી રેંજની ટીમે વોચ ગોઠવતા એક્સ.યુ.વી. ગાડી. નંબર GJ/01/KQ/6373ને આવતાં તેને રોકવાનો પ્રયાસ કરતા આ ગાડીનાં ચાલકે ગાડીને શિરીષપાડાથી સૈરેયા રોડ પરથી વ્યારા તરફ હંકારી મૂકી હતી.
ત્યારબાદ ભેંસકાતરી રેંજની ટીમે વ્યારા વન વિભાગની ટીમને જાણ કરી ઠેરઠેર નાકાબંધી કરી આ એક્સયુવી ગાડીનો પીછો કરતા આ ગાડીને 50 કિલોમીટર દૂર ધનમોલીથી ઝડપી પાડી હતી. અહીં ડ્રાઈવર અંધારાનો લાભ લઈ નાસી છુટયો હતો. ડાંગ જિલ્લાની ઉત્તર વન વિભાગની ટીમ તથા વ્યારા વન વિભાગની ટીમે એક્સયુવી ગાડીમાં સઘન તપાસ હાથ ધરતા તેમાંથી ગેરકાયદેસર સાગી ચોરસા નંગ-12 જેની અંદાજીત કિંમત રૂપિયા 65,000/- તથા એક્સયુવી ગાડીની કિંમત રૂપિયા 4,50,000/- મળી કુલ રૂપિયા 5,15,000/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500