ડાંગનાં આહવા તાલુકાનાં હૂંબાપાડા ગામે ખુંખાર દીપડાએ ઘરમાં ઘુસી એક પશુપાલકની વાછરડી પર હુમલો કરી મારણ કરતા આસપાસનાં ગામોમાં ભયનો માહોલ સર્જાયો છે. ડાંગ જિલ્લાનાં ગામોમાં દીપડાનાં હુમલાનાં બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. થોડા દિવસ પૂર્વે આહવામાં એક ઈસમ પર દીપડાએ હુમલો કર્યો હતો. જ્યારે વઘઇ તાલુકાનાં બોન્ડારમાળ ગામે ત્રણ ઈસમો પર હુમલો કરી દીપડો ઘરમાં ભરાઈ જતા 24 કલાકના રેસક્યૂ ઓપરેશન બાદ પાંજરે પુરાયો હતો. જોકે એવામાં દક્ષિણ વન વિભાગ હસ્તકની શામગહાન રેંજમાં લાગુ સરહદીય હુંબાપાડા ગામે છેલ્લા ત્રણ દિવસથી દીપડાની લટાર વધી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટના ગતરોજ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં હૂંબાપાડા ગામનાં પશુપાલક મહેશભાઈ લક્ષમણભાઈ ભોયેની બે ગાય તથા એક વર્ષની વાછરડી પર રાત્રિનાં અરસામાં દીપડાએ જીવલેણ હુમલો કરતા સ્થળ પર એક વર્ષની વાછરડી મોતને ભેટી હતી. દીપડા દ્વારા સતત ત્રણ દિવસથી પશુપાલક મહેશભાઈ લક્ષમણભાઈ ભોયેનાં પશુઓને ટાર્ગેટ કરી હુમલો કરતા ભયભીત બનેલ પશુપાલક શામગહાન રેંજ કચેરીએ દોડી ગયા હતા. જયારે દીપડા દ્વારા પશુઓ પર થયેલ હુમલાની જાણ શામગહાન રેંજનાં આર.એફ.ઓ.ને થતા તેઓએ તુરંત જ ઘટના સ્થળે વન કર્મીઓનો કાફલો મોકલી મૃત વાછરડીનું પંચ કેસ કરી વળતરની તજવીજ હાથ ધરી હતી. હાલમાં શામગહાન રેંજનાં વનકર્મીઓ દ્વારા દીપડાને પકડવા માટે હૂંબાપાડા ગામ વિસ્તારમાં પાંજરા ગોઠવી વધુ કવાયત હાથ ધરી છે. (ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application