ડાંગ જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલ ધવલીદોડથી ધુડા જતાં ઘાટ માર્ગમાં સુગર ફેકટરીમાં મજૂરી અર્થે ગયેલા શ્રમિકોની ટ્રક પલ્ટી જતા ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, જયારે ટ્રકમાં બેસેલ શ્રમિકોને ઇજા પહોંચતા 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લામાંથી રોજગારી માટે સુગર ફેકટરીમાં મજૂરી માટે ગયેલા શ્રમિકો હોળી માટે માદરે વતન આવવાનું શરૂ થયું છે.
જયારે ગતરોજ એક સુગર ફેક્ટરીની શ્રમિકોને ભરી ટ્રક નંબર GJ/02/T/7293નાં ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક માર્ગ સાઈડમાં પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રકમાં બેસેલ શ્રમિકોને નાની મોટી ઇજાઓ થતા 108 દ્વારા આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application