Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગનાં ધવલીદોડ ગામ નજીક બીલીઆંબાથી આહવા તરફ આવતી એસ.ટી બસ અને પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો

  • March 21, 2023 

ડાંગ જિલ્લાનાં માર્ગો ઉપર અવર નવર અકસ્માતોનો સિલસિલો ચાલતો જ હોય છે ત્યારે ડાંગનાં  ધવલીદોડ ગામ નજીક બીલીઆંબાથી આહવા તરફ આવતી એસ.ટી બસ નંબર GJ/18/Z/5740  અને ધવલીદોડથી દુધ લઈ જતી પીકઅપ જીપ નંબર GJ/21/W/1942નો ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી વિગતો મુજબ, પીકઅપ તથા બસ ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ બનેલ પીકઅપ અને બસ બંને વાહનો સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.




જોકે આ બનાવમાં બસ ડ્રાઈવર સહિત પીકઅપ ચાલક અને બસમાં મુસાફરી કરી રહેલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતાં તાત્કાલિક ગારખડીની 108 એમ્બ્યુલન્સ અને ઇએમટી તથા પાયલોટ ઘટના સ્થળ પર પહોંચી નાની મોટી ઈજાઓ પહોંચેલ લોકોને વધુ સારવાર માટે આહવા સિવિલ પર પહોંચાડ્યા હતા અને તાત્કાલિક સારવાર અપાવી હતી. આ ગંભીર અકસ્માતમાં પીકઅપમાં મુકેલ દુધની કેનમાંથી દુધ માર્ગ ઉપર રેલાતા પશુપાલકોને મોટુ નુકશાન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application