Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા બસ ડેપોથી નવી બસ ‘આહવા-દેવમોગરા’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

  • January 28, 2023 

ડાંગનાં ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે આહવા-દેવમોગરા નવી બસને આહવા બસ ડેપોથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ડાંગ કલેક્ટર ધર્મેન્દ્રસિંહજી જાડેજા તથા નિવાસી અધિક કલેકટર પી.એ.ગાવિત પણ ઉપસ્થિત રહ્યા હતા. આહવાથી દરરોજ બપોરે 12:50 વાગ્યે ઉપડનારી આહવા-દેવમોગરા લોકલ બસ આહવાથી સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, સેલંબા, સાગબારા થઈ સાંજે 7:30 વાગ્યે દેવમોગરા પહોંચી રાત્રી રોકાણ કરશે. જ્યારે બીજા દિવસે વહેલી સવારે 5 વાગ્યે આજ રૂટ ઉપરથી રિટર્ન થઈ બપોરે 12:30 વાગ્યે આહવા ખાતે આવી પહોંચશે. રૂપિયા 117/-નાં લોકલ ભાડે શરૂ કરાયેલા આ રૂટ બદલ, વિજયભાઈ પટેલે વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઇ સંઘવી સહિત, આ રૂટનાં રજુઆત કર્તાઓ અને સંચાલકોનો આભાર વ્યક્ત કરી, સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application