ડાંગનાં વઘઇ એ.આર.ટી.ઓ કચેરી દ્વારા ડિટેઈન કરાયેલ વાહનોમાં આકસ્મિક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇમાં આવેલી એ.આર.ટી.ઓની જૂની કચેરી નાકા ફળિયા પાસે વિવિધ ગુનાઓનાં કામે જપ્ત કરાયેલ વાહનોને પાર્કિંગમાં મુકાયા હતા. જેમાં એ.આર.ટી.ઓ વઘઇ દ્વારા જપ્ત કરાયેલા વાહનોમાં ગતરોજ 11.30 વાગ્યાનાં અરસામાં આકસ્મિક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં સ્થળ પર એકાએક ધુમાડાનાં ગોટેગોટા ઉડતા વાતાવરણ તંગ બન્યું હતું.
જયારે સ્થળ પર ચાર વાહનોને આગે ઝપેટમાં લીધા હતા. બાદમાં ગ્રામજનો સહિત અધિકારીઓની ટીમે પાણી અને ફાયરની વ્યવસ્થા કરી જહેમત ઊઠાવતા આગને કાબૂમાં લઈ મોટા નુકસાનમાંથી રાહત અપાવી હતી. જોકે જપ્ત કરાયેલ વાહનોમાં કઈ રીતે આગ લાગી છે તેની ખબર પડી નથી અને ડિઝાસ્ટરની મદદથી તુરંત જ આગને કાબૂમાં લઇ લેતા મોટુ નુકસાનીમાંથી બચાવ થયો છે. હાલમાં આગ કઈ રીતે લાગી અને કેટલુ નુકસાન થયુ છે તે અંગેની તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application