સુરતથી ત્રણ મિત્રો ઉત્તરાયણનાં દિવસે કાર લઈ સાપુતારા ફરવા ગયા બાદ રાત્રે પરત ફરતા સાપુતારા માર્ગ પર સાકરપાતળ ગામે ચાલકે કાબૂ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી. જોકે કાર કોતરમાં ખાબકતા ત્રણેય મિત્રો બેભાન થયા હતા. ત્યારબાદ સવારે એક ઉઠતાં સારવાર માટે લઈ જવાયા હતા અને જેમાં એકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, સુરતનાં કતારગામ ખાતે નાની વેડ રોડ ઉપર ગુરુકૃપા વિભાગ-2માં રહેતા મનીષ રમેશભાઈ બાધાણી ઉતરાયણનાં દિવસે તેના મિત્ર ચિરાગ અરવિંદભાઈ બાવીસી (રહે.કતારગામ, સુરત) અને તેના મિત્ર મહેશ ઉર્ફે પાગો નરસિંહભાઈ વાહાણી (રહે.રામપરા, તા.ગઢડા જિ.બોટાદ) સાથે તેમની ક્રેટા કાર લઈ સાપુતારા ફરવા ગયા હતા. જોકે મોડી રાત્રે તેઓ સાપુતારાથી સુરત જવા નીકળ્યાં હતા.
તે દરમિયાન કાર ચિરાગ બાવીસી ચલાવી રહ્યો હતો અને વઘઈ સાપુતારા માર્ગ પર સાકરપાતાળ પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન ચિરાગથી વળાંક કપાયેલ નહીં અને કાર સાઈડમાં પૂલનાં નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં તમામને ઈજા થઈ હતી અને ત્રણેય જણા બેભાન થઈ ગયા હતા. જેમાં સવારે મનીષ બાધાણી ભાનમાં આવતા તેમણે નજીકમાં હોટલ ચલાવતા કોઈ સંબંધીને બોલાવ્યા હતા. ત્યારબાદ 108ની એમ્બ્યુલન્સ બોલાવી ચિરાગને વધુ ઈજા થયેલી લાગતા તેને સારાવાર અર્થે મોકલ્યો હતો. જ્યારે મહેશ વાહાણીને આવેલ સંબંધીને કારમાં વાંસદા કોટેજમાં લઈ ગયા હતા.
જ્યાં હાજર તબીબએ તેણે મૃત જાહેર કર્યો હતો. જ્યારે ચિરાગને પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલમાં રિફર કરવામાં આવ્યો હતો. વઘઈ પોલીસ મથકે મનિષ બાધાણીએ ચિરાગ બાવીસી વિરુદ્ધ પુરઝડપે અને ગફલતરીતે કાર હંકારી સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી કારને કોતરમાં ઉતરી દઈ પોતાને ઈજા પહોંચાડી અને મહેશ વાહાણીને ઈજા પહોંચાડી મોત નીપજાવવા બદલ ગુનો નોંધાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500