Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા દ્વારા બે દિવસીય સ્વચ્છતા, પર્યાવરણ અને પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઈ

  • February 13, 2023 

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા દ્વારા શ્રેષ્ઠ ભારત કે પાંચ પ્રકલ્પ અંતર્ગત બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઈ હતી. જેમાં પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંચય અને જળ સંરક્ષણ સમિતિ તથા ઉત્તર ડાંગ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે ફોરેસ્ટ કેમ્પ સાઈટ-મહાલ ખાતે તા.08/02/2023થી તા.09/02/2023 દરમિયાન બે દિવસિય સ્વચ્છતા, પર્યાવરણ અને પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજવામાં આવી હતી. પ્રકૃતિ શિક્ષણ શિબિરના પ્રથમ દિવસે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓ તથા ટ્રેનર ગણપતભાઈ દ્વારા પ્રકૃતિ વિશે રસપ્રદ રમતો રમાડી, વિશેષ સમજ આપવામા આવી હતી. દરેક વિદ્યાર્થીનો પરિચય કરાવી તેઓને વિવિધ ટુકડીઓમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ પર્યાવરણ વિશે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.





કેમ્પનાં બીજા દિવસે સવારે પ્રાર્થના, યોગાસન અને કેમ્પસ સફાઈ બાદ સમિતિના સભ્યો દ્વારા વન પરિભ્રમણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનર દ્વારા તવલીના ખાસ જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ માટે લઈ જઈ જંગલના વિવિધ વૃક્ષો, નવસ્પતિઓ, પ્રાણીઓ તથા પક્ષીઓની વિવિધ જાતો, તેમની લક્ષણિકતાઓ, વનસ્પતિઓની ઉપયોગિતાઓ તથા વિશેષતાઓ વિશેની ઉંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બૌદ્ધિક શેસનમાં મનોવિજ્ઞાનના અધ્યક્ષ પ્રો.ડૉ.જે.એલ.ગાવિત દ્વારા ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ સંરક્ષણ વિશેની સમજણ આપવામાં આવી હતી. કોલેજનાં સિનિય પ્રોફેસર પ્રો. અજીત પટેલ દ્વારા જૈવિક વૈવિધ્યતા અને પ્રકૃતિ સંવર્ધન વિષય પર માહિતી આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application