ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાર્ગમાં લોખંડનાં પાઈપનો જથ્થો ભરેલી ટ્રક ઊંડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકનો ખુરદો બોલી ગયો હતો.
મળતી માહિતી મુજબ, ગોધરા તરફથી લોખંડનાં પાઇપનો જથ્થો ભરી મહારાષ્ટ્રનાં નાસિક તરફ જઈ રહેલ ટ્રક નંબર GJ/31/T/2627 સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં ચઢતી વેળાએ અચાનક બ્રેક ડાઉન થઈ જતા આ ટ્રક રિવર્સમાં આવી જઈ સંરક્ષણ દિવાલ કુદીને ઉંડી ખીણમાં ખાબકી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં ડ્રાઈવર અને ક્લિનરને ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એસ સી ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ટ્રકનો જંગી નુકસાન નુકશાન થયુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application