ડાંગ જિલ્લાનાં વઘઇથી સાપુતારાને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગનાં ચીખલદા નાનાપાડા ગામ નજીક પાવડરનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી ગઇ હતી. આ ઘટનામાં ટ્રક ચાલક અને તેની સાથેનાં ક્લીનરને સામાન્ય ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. રાજસ્થાનથી પાવડરનો જથ્થો ભરી મહારાષ્ટ્રનાં પુણે તરફ જઈ રહેલ ટ્રક નંબર RJ/27/GC/1837 જે સાપુતારાથી વઘઇને સાંકળતા આંતર રાજય ધોરીમાર્ગનાં ચીખલદા-નાનાપાડા ગામ નજીકથી પસાર થઈ રહી હતી.
તે સમયે ચાલક દ્વારા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત પાવડરનાં જથ્થાને જંગી નુકસાન થયું હતું. જ્યારે ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની સાકરપાતળ પીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application