શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર સંચાલિત જિલ્લા રોજગાર કચેરી, આહવા દ્વારા તાજેતરમાં ભરતી મેળાનું આયોજન કરાયું હતું. આ ભરતી મેળાનો મુખ્ય હેતુ ડાંગ જિલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારોને ખાનગી ક્ષેત્રોમાં સારી નોકરી મળી રહે, અને પોતે પગભર થાય તે માટેનો છે. ભરતી મેળામા આહવા તાલુકા પંચાયત પ્રમુખ, આહવા તાલુકા સદસ્ય, સામાજીક કાર્યકર હાજર રહી, રોજગારવાંછુક ઉમેદવારોને નોકરી માટે પ્રોત્સાહિત કર્યા હતા. આહવાના આ ભરતીમેળામાં અલગ અલગ નોકરીદાતાઓ (૧) એલ.આઈ.સી., (૨) સાયબર પેસેફિક ટેકનોલોજી-દમણ અને સેલવાસા એ હાજર રહી, ડાંગ જિલ્લાનાં દરેક યુવાનોને નોકરીની તકો પુરી પાડી હતી. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી વિનોદભાઈ ભોય અને કર્મચારીઓ દ્વારા મેહમાનો અને નોકરીદાતાઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application