ડાંગનાં મુખ્ય મથક આહવાનાં દેવલપાડા ગામમાં રહેતા 57 વર્ષીય આધેડે ઘરનાં પાછળનાં ભાગે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવતા આજુ-બાજુનાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ આહવાનાં દેવલપાડામાં રહેતા વસંતભાઈ યેશુભાઈ બાગુલ (ઉ.વ.57)ને સંતાનમાં ત્રણ દીકરાઓ છે. જોકે ત્રણ સંતાન હોવા છતા ત્રણે સંતાન કામ કામ ધંધો કરતા ન હતા. જેથી વસંતભાઈ કાયમી ચિંતામાં રહેતા હતા અને જેનું મન દુઃખ રાખી ગતરોજ ઘરનાં પાછળનાં ભાગે આવેલી ગેલેરીમાં નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા આજુ-બાજુનાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ આહવા પોલીસ મથકને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે જઈ લાશનો કબ્જો મેળવી ફરિયાદનાં આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application