Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઇનાં બોન્ડારમાળ ગામે હુમલો કરનાર દીપડો પાંજરે પુરતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

  • January 23, 2023 

ડાંગનાં વઘઇ તાલુકામાં આવેલ બોન્ડારમાળ ગામે ઘરમાં કેદ થયેલ દીપડાને વન વિભાગની ટીમે રેસ્કયુ કરી ભારે જહેમત બાદ પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. મળતી માહિતી અનુસાર, વઘઇ તાલુકાનાં છેવાડે આવેલ બોન્ડારમાળ ગામે શુક્રવારનાં રોજ મળસ્કે શિકારની શોધમાં આવેલ દીપડાએ પશુપાલકને ઇજાગ્રસ્ત કરી ઘરમાં કેદ થઈ જતા વન વિભાગ સહિત પોલીસ વિભાગે ભારે જહેમત બાદ ગ્રામજનોની સલામતી સાથે વન્ય પ્રાણીની સુરક્ષિત રાખવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું.



જોકે ડુંગરની તળેટીમાં આવેલ પશુપાલકના ઘર આસપાસ રહેવાસી વિસ્તારમાં હિંસક પ્રાણી દ્વારા કોઈ જીવલેણ હુમલો ન થાય કે કોઈ જાનહાની ન થાય તે માટે ડીએફઓ ડાંગના માર્ગદર્શન હેઠળ સામગાહન રેન્જના આર.એફ.ઓ.ની ટિમ અને સાપુતારા પોલીસ મથકના સ્ટાફની ટીમ સતત કામગીરી જારી રાખતા શનિવારે મળસ્કે દીપડાને પાંજરે પૂર્વ તંત્રને સફળતા મળી હતી. જેના પગલે ગ્રામજનો સહિત પશુપાલકો ભય મુક્ત બન્યા હતા. વન વિભાગે દીપડાને પશુ ચિકિત્સક પાસે પ્રાથમિક સારવાર કરી જંગલમાં સુરક્ષિત સ્થળે છોડવા તજવીજ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application