વઘઈ સ્થિત એગ્રીકલ્ચર કોલેજ ખાતે, ડાંગ જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબીર પ્રદર્શનનુ આયોજન કરવામા આવ્યુ હતુ. મદદનીશ પશુપાલન નિયામક એચ.એ.ઠાકરેએ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. પશુપાલન શિક્ષણ શિબિરમા સફળ પશુપાલક ચિકાર ગામના શેલેષભાઈ જયરામભાઈ દેશમુખે પોતાના પશુપાલન અંગેના અનુભવો વ્યક્ત કર્યા હતા. ડો. ડી.એસ.ચૌધરી મદદનીશ, પશુપાલન અધિકારીએ પશુઓમા રસિકરણના મહત્વ તથા કૃત્રિમ બીજદાન અંગેની જાણકારી પુરી પાડી હતી. પશુચિકિતસ્ક અધિકારી ડો. વી.ડી.પવારે મરઘા પાલન અંગેની માહિતી પુરી પાડી હતી.
તેમજ ડો.વિષ્ણુ પાલવાએ પશુપાલન ખાતાની યોજનાકીય તથા ટી.એસ.પી.ની યોજનાકીય માહિતીઓ પુરી પાડી હતી. આ શિબીરમાં વધઇ તાલુકા પંચાયત પ્રમુખ શંકુતલાબેન, ડાંગ જિલ્લા પંચાયતની કૃષિ-ઉત્પાદન તથા સહકાર સમિતિના અધ્યક્ષ, વઘઇ તાલુકા પંચાયતનાં ઉપ પ્રમુખ, વઘઇ તાલુકા પચાયતની સામાજીક ન્યાય સમિતિ અને કારોબારી સમિતીનાં અધ્યક્ષઓ, વઘઇ અને ડુંગરડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચઓ, Kvkનાં પશુ વૈજ્ઞાનિક, મદદનીશ પશુપાલન નિયામક, મદદનીશ પશુપાલન નિયામક (પોલીટેક્નિક), તમામ પશુચિકિત્સા અધિકારીઓ અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500